×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રમ્પે વિદેશમાંથી મળેલી ગિફ્ટ્સની જાણકારી આપી નહીં, જાણો ગુજરાત સહિત ભારતમાંથી કોણે કેટલી ભેટ આપી


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મુશ્કેલીમાં મુકાયા શકે છે. તેમના પર આરોપ છે કે, તેમણે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન વિદેશથી મળેલી ભેટ અંગે માહિતી છુપાવી હતી. ડેમોક્રેટ્સ ઇન હાઉસ ઓવરસાઇટ કમિટીએ શુક્રવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પે સરકારી રેકોર્ડમાં વિદેશમાંથી મળેલી કેટલીક ભેટોનો ઉલ્લેખ કર્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર વ્હાઈટ હાઉસમાં તેમના સમય દરમિયાન વિદેશમાંથી 250,000 ડોલરથી વધુની કુલ 100 થી વધુ ભેટો મળી જેને જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ભારત તરફથી મળેલી 17 ભેટોની કિંમત 17,000 ડોલરથી વધુ

રિપોર્ટમાં ભારતની 17 ભેટો પણ યાદીમાં છે. ભારત તરફથી મળેલી આ ગીફ્ટોની કિમત 17,000 ડોલરથી વધુની છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા તરફથી મળેલી 16 ભેટોનો પણ ઉલ્લેખ છે, જેની કિંમત $45,000 થી વધુ હતી. ભેટોમાં $24,000 સુધીની કિંમતના ખંજરોનો સમાવેશ થાય છે, ટ્રમ્પને  ચીન તરફથી પણ ઓછામાં ઓછી 5 ભેટ મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રમ્પે તેમના પ્રમુખપદના છેલ્લા વર્ષમાં વિદેશમાંથી મળેલી એક પણ ભેટ વિશે માહિતી આપી નથી.

ગુજરાત તરફથી મળેલી ભેટો 

વર્ષ
મળેલી ગિફ્ટ
કોના તરફથી મળી 
કિંમત (ડોલરમાં)
2021Fooled Bowl In Presentation Box 
વિજય રૂપાણી 
2200
2021Fooled Bowl In Presentation Box 
વિજય રૂપાણી 
1830
2021Candelabrum In Presentation Box 
વિજય રૂપાણી 
1830
2021Lion Statute In Presentation Box 
વિજય રૂપાણી 
1100
2021Scarf From Vibrant Gujarat 
વિજય રૂપાણી 
650

વિદેશમાંથી મળેલી ઘણી ભેટો જાહેર કરવામાં અસમર્થ 

એમરિકાના એક અહેવાલ મુજબ, સરકારી તપાસમાં જાણવા મળ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યકાળ દરમિયાન વિદેશમાંથી મળેલી ઘણી ભેટો વિશે જણાવી શક્યા નથી. તેઓ સ્ટેટ ડિપાર્ટમેન્ટને આપેલી કેટલીક ભેટો જાહેર કરવામાં અસમર્થ રહ્યા છે. જે સંઘીય કાયદાનું ઉલ્લંઘન છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ ટ્રમ્પની ભેટો અંગેના તથ્યોને સામે લાવવા વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે.