છેલ્લા 24 કલાકમાં કોરોનાના 118 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસ 810 થયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 118 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસ 810 થયા

ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 118 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 54 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 48 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 810 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 54, રાજકોટ જિલ્લામાં 15, સુરત જિલ્લામાં 12, મહેસાણા 3, વડોદરા 5, ભાવનગર 1,   ભરૂચ 1, સુરેન્દ્રનગર 1, પોરબંદરમાં 1, નવસારી 2 કેસ નોંધાયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. 

અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે

અત્યાર સુધીમાં કુલ 12,66,977 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.07 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 810 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

Share: