જાપાનના PMનું ભારતમાં આગમન, પીએમ મોદી સાથે કરશે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા

જાપાનના PMનું ભારતમાં આગમન, પીએમ મોદી સાથે કરશે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા

આજે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારતના પ્રવાસે છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ તથા હાઈ ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર વાતચીત કરવા સોમવારે સવારે ભારત આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિશિદા દિવસ દરમિયાન ભારતની G-20 અધ્યક્ષતા અને જાપાનની G-7 અધ્યક્ષતા માટેની પ્રાથમિકતાઓ પર પણ ચર્ચા કરશે. ભારતની વધતી જતી મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને   આ સમયગાળા દરમિયાન જાપાનના વડાપ્રધાન આ ક્ષેત્રમાં “શાંતિ માટે મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક” માટેની તેમની યોજના વિશે પણ વાત કરી શકે છે.

મોદી અને કિશિદા વચ્ચેની અનેક મહત્વના ક્ષેત્રે વાટાઘાટો

ચીનની વધતી જતી સૈન્ય દૃઢતાની પૃષ્ઠભૂમિમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની ઉભરતી પરિસ્થિતિ પણ મોદી અને કિશિદા વચ્ચેની વ્યાપક વાટાઘાટોમાં સામેલ થવાની શક્યતા છે. જાપાનના વડાપ્રધાનની મુલાકાત લગભગ 27 કલાકની રહેવાની આશા છે. બપોરે એક મુખ્ય થિંક-ટેન્કમાં સંબોધન દરમિયાન તેઓ “શાંતિ માટે મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક યોજના” પર તેમના મંતવ્યો રજૂ કરે તેવી અપેક્ષા છે. આ યોજનામાં ઈન્ડો-પેસિફિકને લઈને ભારતના મહત્વને રેખાંકિત કરવાની શક્યતા છે.

આ ચર્ચાનો મહત્વનો મુદ્દો ઇન્ડો-પેસિફિક યોજના

ગયા વર્ષે જૂનમાં, સિંગાપોરમાં પ્રતિષ્ઠિત શાંગરી-લા ડાયલોગ દરમિયાન કિશિદાએ કહ્યું હતું કે તે આવનારા દિવસોમાં ઇન્ડો-પેસિફિક માટે એક યોજના તૈયાર કરશે. તેમણે કહ્યું હતું કે, “હું આવનારા દિવસોમાં ‘શાંતિના ઉદ્દેશ્યથી મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટે યોજના’ તૈયાર કરીશ, જેમાં પેટ્રોલિંગ જહાજો ઉપલબ્ધ કરાવવા અને દરિયાઈ કાયદાને પ્રોત્સાહન આપવ, અમલીકરણની ક્ષમતા, ડિજિટલ અને હરિત પહેલ તથા આર્થિક સુરક્ષા પર ભાર મૂકવાની સાથે મુક્ત થા ઓપન ઈન્ડો-પેસિફિકની દૃષ્ટિને પ્રોત્સાહન આપવા માટે  જાપાનના પ્રયાસોને મજબૂત બનાવશે.

Share: