INDvsAUS Live: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ઈશાન કિશન બહાર

INDvsAUS Live: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ઈશાન કિશન બહાર
Image : Twitter

અમદાવાદ, 19 માર્ચ 2023, રવિવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ત્રણ મેચની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. ભારતે પહેલી વનડે મેચ પાંચ વિકેટથી જીતી હતી. મેચમાં ટોસ થોડીવારમાં થશે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાંથી બે ફેરફાર કરવામાં આવ્યો છે. ઈશાન કિશન બહાર થયો છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઇશાન કિશન અને શાર્દુલ ઠાકુર બહાર છે.

ભારતની પ્લેઇંગ -11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11

ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, નાથન એલિસ, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી મેક્સવેલ અને ઈંગ્લિસ બહાર છે.

Share: