×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં બેંકિંગ સંકટ વચ્ચે વોરેન બફેટ આવ્યા વ્હારે, જો બિડેનની ટીમ સાથે સંપર્ક કર્યો

Image : Twitter

અમદાવાદ, 19 માર્ચ 2023, રવિવાર

વિશ્વ પ્રસિદ્ધ અબજોપતિ વોરેન બફેટે અમેરિકામાં બેંકિંગ સંકટને રોકવા અને તેનો ઉકેલ શોધવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની ટીમનો સંપર્ક કર્યો છે. એક સમાચાર એજન્સી દ્વારા બફેટ અને બિડેન વહીવટીતંત્ર વચ્ચેની વાતચીતની જાણ કરવામાં આવી છે.

સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક અને સિલ્વરગેટ કેપિટલ કોર્પની કટોકટી અટકાવવા માટે વોરેન બફે વિશેષ પગલાં લઈ શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વોરન બફેટ બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ અંગે વધુ માહિતી બહાર આવી નથી.

બિડેનની ટીમ સાથે ઘણી વાતચીત

છેલ્લા એક સપ્તાહમાં બિડેનની ટીમ અને બફેટ વચ્ચે ઘણી વાતચીત થઈ છે. જો કે આમાં શું બન્યું છે. તેની માહિતી શેર કરવામાં આવી નથી. આ માહિતી ખાનગી રાખવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બફેટ બેન્કિંગ સેક્ટરમાં કેટલાક મોટા રોકાણ કરી શકે છે.

કટોકટી પર કાબુ મેળવવાનો ઇતિહાસ 

આ પહેલીવાર નથી જ્યારે વોરેન બફેટ બેંકોની મદદ માટે આગળ આવ્યા હોય. આ પહેલા પણ બફેટ બેંકિંગ સેક્ટરમાં રોકાણ કરવાનો અને કટોકટીમાં મદદ કરવાનો ઈતિહાસ ધરાવે છે. બેંક ઓફ અમેરિકા કોર્પને 2011માં બફેટે મદદ કરી હતી. બફેટે લેહમેન બ્રધર્સ હોલ્ડિંગ્સ ઇન્કના પતન પછી બેંકને ટેકો આપવા માટે 2008 માં ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇન્કને 5 બિલિયન ડોલર આપ્યા હતા.