રાહુલ ગાંધીની કેમ્બ્રિજ સ્પીચ પર હોબાળા વચ્ચે વરુણ ગાંધીએ ઓક્સફોર્ડનું આમંત્રણ ફગાવ્યું

રાહુલ ગાંધીની કેમ્બ્રિજ સ્પીચ પર હોબાળા વચ્ચે વરુણ ગાંધીએ ઓક્સફોર્ડનું આમંત્રણ ફગાવ્યું

image : Twitter

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઓક્સફોર્ડ યુનિયન દ્વારા આપવામાં આવેલું આમંત્રણ ફગાવી દીધું છે. યુનિયન દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમને પીએમ નરેન્દ્ર મોદી સરકારના કામકાજ અંગે વક્તવ્ય આપવાનું હતું. ડિબેટનો વિષય પણ ધીઝ  હાઉસ બિલિવ્સ મોદીઝ ઈન્ડિયા ઈઝ ઓન ધ રાઈટ પથ હતું. 

વરુણ ગાંધીએ શું કહ્યું ? 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કેમ્બ્રિજમાં આપવામાં આવેલા ભાષણ પર હોબાળા વચ્ચે વરુણ ગાંધીએ આ નિર્ણય કર્યો હતો. તેમણે પત્રમાં લખ્યું કે આ પ્રકારના વિષયો પર ભારતમાં જ નીતિ-નિર્માતાઓ વચ્ચે ચર્ચા થવી જોઈએ. વરુણે કહ્યું કે તે આવા વિષયોને સંસદમાં અને યોગ્ય પ્લેટફોર્મ પર ઉઠાવવાને પ્રાથમિકતા આપે છે. એવામાં આંતરિક પડકારોને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં કોઈ મેરિટ નથી. 

વરુણ ગાંધીની પ્રાથમિકતા શું છે? 

તેમણે કહ્યું કે એક ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે હું આ નીતિગત પહેલોનો અભ્યાસ અને મૂલ્યાંકન કરીને અને પ્રતિક્રિયા આપીને આપણી પ્રણાલીને મજબૂત કરવાના પોતાના કામ તરીકે જોઉં છું. સંસદની અંદર કે અન્ય પ્લેટફોર્મના માધ્યમથી નિરંતર અને રચનાત્મક રીતે રાષ્ટ્રીય ડિબેટમાં ભાગ લેવો મારી પ્રાથમિકતા છે. 

Share: