×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્ર સરકારે EDના નિયમો બદલ્યા, મની લોન્ડરિંગ કાયદાનો દાયરો વધાર્યો

Image: Twitter



મની લોન્ડરિંગના નિયમોમાં કેન્દ્ર સરકારે બદલાવો કર્યા છે, જેના કારણે હવે તેના વ્યાપમાં નોંધપાત્ર વધારો જોવા મળશે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે બદલાયેલ નિયમ અનુસાર, વ્યક્તિઓ અને સંસ્થાઓના નાણાકીય રેકોર્ડને ઍક્સેસ કરી શકશે છે. આ બદલાવ બાદ હવે એવા તમામ લોકોને મુશ્કેલી થશે જેમની સામે કેન્દ્રીય એજન્સી કાર્યવાહી કરી શકે છે.



નિયમોમાં શું થયો બદલાવ

EDના કાર્યક્ષેત્રને ફેરફાર અંગેની જાહેરાત 7 માર્ચે નાણા મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગ દ્વારા રજૂ કરાયેલા બે ગેઝેટ દ્વારા કરવામાં આવી હતી.

પહેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, હવે 2023ના પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ નિયમોમાં એક નવી કલમ ઉમેરવામાં આવી હતી, જે અંતર્ગત ‘પોલિટિકલી એક્સપોઝ્ડ પર્સન્સ’સાથે સંબંધિત હશે.

PEPs એ એવી વ્યક્તિઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમને વિદેશી દેશ દ્વારા મોટા જાહેર કાર્યો સોંપવામાં આવ્યા હોય અને તેમાં રાજ્યો અથવા સરકારોના વરિષ્ઠ રાજકારણીઓ, વરિષ્ઠ સરકાર અથવા ન્યાયિક અથવા લશ્કરી અધિકારીઓ, રાજ્યની માલિકીની કોર્પોરેશનો અને મહત્વપૂર્ણ રાજકીય પક્ષના અધિકારીઓ પણ સામેલ હોય છે.

નવા નિયમો એ પણ જણાવ્યું કે દરેક બેંકિંગ કંપની અથવા નાણાકીય સંસ્થા સાથેના PEP વ્યવહારોની પ્રકૃતિ અને મૂલ્યનો વિગતવાર રેકોર્ડ જાળવવાની જરૂર પડશે.