સતીશ કૌશિકની જે ફાર્મહાઉસમાં તબિયત લથડી ત્યાંથી મળ્યાં વાંધાજનક દવાઓના પેકેટ

સતીશ કૌશિકની જે ફાર્મહાઉસમાં તબિયત લથડી ત્યાંથી મળ્યાં વાંધાજનક દવાઓના પેકેટ

image : Twitter

પીઢ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો છે. 9 માર્ચે દિલ્હીમાં બિજવાસનના ફાર્મહાઉસમાં હોળી રમ્યા બાદ સતીશ કૌશિકની રાતે 11 વાગ્યે તબીયત લથડી અને પછી તેમને હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું. તપાસ દરમિયાન પોલીસને આ ફાર્મહાઉસથી કેટલીક વાંધાજનક દવાઓના પેકેટ મળ્યાં છે. ફાર્મહાઉસ સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂનું છે. 

પોલીસે વધુ તપાસ હાથ ધરી 

પોલીસ હવે એ જાણવા પ્રયાસ કરી રહી છે કે ફાર્મહાઉસથી મળી આવેલ વાંધાજનક દવાઓના પેકેટ કોના હતા? કોણે તે વાપર્યા? તેને સતીશ કૌશિક સાથે કોઈ લેવા દેવા છે કે નહીં? એ તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે એ પણ શોધી રહી છે કે વિકાસ માલૂ સામે વર્ષો જૂનો એક દુષ્કર્મનો કેસ હતો. આ કેસ ક્યાં અને ક્યારે નોંધાયો હતો. આ ઉપરાંત હોળીના દિવસે ફાર્મહાઉસમાં જે મહેમાનો આવ્યા હતા તેમની પણ યાદી તૈયાર કરાઈ રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમમાં કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી.  

Share: