×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં બેંકિંગ કટોકટી, અબજ ડોલરનું જંગી ધોવાણ થતા SVB બેંકને તાળા

Image : Wikipedia

અમદાવાદ, 11 માર્ચ 2023, શનિવાર

અમેરિકામાં નવી બેંકિંગ કટોકટી શરૂ થઈ છે. સિલિકોન વેલી બેંકને નિયમનકાર દ્વારા બંધ કરવામાં આવી છે. આ બેંક અમેરિકાની ટોચની 16 બેંકોમાં સામેલ છે. SVB ફાયનાન્સિયલ ગ્રૂપની કટોકટીએ ગઈકાલે વિશ્વભરના શેરબજારોમાં હલચલ મચાવી દીધી હતી. 

  

અમેરિકાના કેલિફોર્નિયામાં નાણાકીય કટોકટી શરૂ થયા બાદ SVB પણ મુશ્કેલીમાં છે. થાપણદારોના નાણાને સુરક્ષિત રાખવા માટે સ્ટેટ બેંકિંગ રેગ્યુલેટરે ડૂબી ગયેલી SVBને તાત્કાલિક બંધ કરી દીધી છે. ટેક સ્ટાર્ટઅપ્સને લોન આપવા માટે પ્રખ્યાત અને બેન્કિંગ સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. FDICએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તમામ સિલિકોન વેલી બેંકની ઓફિસો અને શાખાઓ 13 માર્ચના રોજ ખુલશે અને તમામ વીમાધારક રોકાણકારો સોમવારે સવારે તેમના ખાતામાં સંચાલન કરી શકશે શકશે. ગઈકાલે પ્રી-માર્કેટ ટ્રેડમાં SVBના શેર 66 ટકા ઘટ્યા હતા. SVBએ નિયમનકારી કાર્યવાહીનો જવાબ આપ્યો નથી.

પેટીએમ, નાપતોલ, બ્લુસ્ટોનમાં રોકાણ કર્યુ છે

સિલિકોન વેલી બેંકની વર્તમાન કટોકટીની ભારતીય સ્ટાર્ટઅપ અસર ન પડે તેમ કહી શકાય નહીં. સ્ટાર્ટઅપ્સ પરના ડેટાને એકત્ર કરતા ટ્રેક્સન ડેટા અનુસાર, SVBએ ભારતમાં લગભગ 21 સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. જો કે તેમાં કેટલી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે તેની માહિતી સ્પષ્ટ નથી.