×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી રાજભવન ખાતે મહત્વની બેઠક કરશે, આગામી લોકસભાની ચૂંટણી અંગે થઈ શકે છે ચર્ચા

Image : Twitter

અમદાવાદ, 09 માર્ચ 2023, ગુરુવાર

PM મોદી હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પીએમ મોદી ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાજ્યના સીએમ સાથે રાજકીય મુદ્દાઓને લઈને એક બેઠક કરશે. આ બેઠકમાં સંગઠન અને મંત્રીમંડળના વિવિધ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.  

સંગઠનમાં ફેરબદલ પર ચર્ચાની શક્યતા

ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદી આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે એક બેઠક કરશે. આ બેઠકમાં સંગઠનમાં ફેરબદલ જેવા વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા થઈ કરી શકે છે. પીએમ મોદી આજે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી સ્ટેડિયમથી સીધા જ રાજભવન પહોંચ્યા હતા. રાજભવનમાં પીએમ મોદીએ એક મહત્વની બેઠકનું આયોજન કરશે.

ગુજરાતના વિકાસ કાર્યોની મોદી કરશે સમીક્ષા

પીએમ મોદી ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરશે. આ સાથે પીએમ મોદી ગુજરાતમાં થઈ રહેલા વિકાસ કર્યોની સમીક્ષા કરશે અને સંગઠનમાં ફેરબદલ જેવા વિષયોની ચર્ચા કરવા માટે આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના બજેટ પહેલા દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં વિધાનસભામાં જંગી બહુમતી મળી તે જ રીતે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રદેશ પ્રમુખ અને સીએમ સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર 3 વાગ્યાની આસપાસ પહોંચશે.