×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સતીશ કૌશિકના મૃત્યુનું કારણ હાર્ટએટેક નથી? ડૉક્ટરોની શંકા બાદ દિલ્હી પોલીસ કરશે તપાસ

image : twitter


ફિલ્મ જગતમાં કેલેન્ડરના નામે પ્રસિદ્ધ અભિનેતા, નિર્માતા, નિર્દેશક, કોમેડિયન અને પટકથા લેખક સતીશ કૌશિકનું ગત રાતે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થઈ ગયું. 66 વર્ષીય કૌશિકના પાર્થિવ શરીરનું આજે દિલ્હીની દીનદયાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાશે. એવા અહેવાલ છે કે તેમનું મૃત્યુ હાર્ટએટેકને કારણે થયું છે. જોકે ફોર્ટિસના ડૉક્ટરોએ તેના પર શંકા વ્યક્ત કરી છે અને આ જ કારણે તેમના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ કરાવાશે. આ મામલે દિલ્હી પોલીસને જાણ કરી દેવાઇ છે અને તે હવે આ મામલે વધુ તપાસ કરશે. 

ડૉક્ટરોનું શું કહેવું છે ? 

માહિતી અનુસાર સતીશ કૌશિક મિત્રો સાથે હોળી ઉજવવા દિલ્હી આવ્યા હતા. મોડી રાતે તેમની તબિયત લથડી અને તેમને ઉતાવળે ગુરુગામની ફોર્ટિસ હોસ્પિટલે લઈ જવાયા હતા. સતીશ કૌશિકને રાતે આશરે 2.30 વાગ્યે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. જોકે ડૉક્ટરોએ તપાસ દરમિયાન નોંધ લીધી કે તેમની જેવી હાલત દેખાઈ રહી હતી તેનાથી એવી આશંકા ઓછી હતી કે તેમનું હાર્ટએટેકને કારણે મૃત્યુ થયું હોય. આ જ કારણ છે કે ફોર્ટિસના ડૉક્ટરોએ દિલ્હી પોલીસને સતીશ કૌશિકના મૃત્યુ વિશે જાણકારી આપી અને તેમના શબના પોસ્ટમોર્ટમ માટે કહ્યું. ડૉક્ટરોનું કહેવું છે કે સતીશને જોઈને એવું લાગી રહ્યું હતું કે કદાચ તે ક્યાંકી પડી ગયા હોય. એવામાં શબનું પોસ્ટમોર્ટમ જરૂરી બની જાય છે. જો હાર્ટએટેકથી મૃત્યુ થયું હોત તો પોસ્ટમોર્ટમ થયું ન હોત.