×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, ડુંગળી-બટાકાના ભાવની સાથે કમોસમી વરસાદથી થયેલા નુકશાન માટે કર્યો નિર્ણય

Image: Twitter


રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના લીધે ધરતી પુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની મુશ્કેલીને વાચા મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.

રાજ્ય સરકારે ખેડૂતોને 70 કરોડની સહાયની જાહેરાત કરી 

રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીએ ડુંગળી-બટાકાના ભાવ મામલે  વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ખેડૂતોને 70 કરોડની સહાયની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી પણ આપવામા આવશે અને સાથે ખેડૂતો માટે 70 કરોડની સહાયનું આયોજન પણ કરવામાં આવ્યું છે.



 સરકાર ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાયની જાહેરાત કરી 

આ સહાયમાં સરકાર ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય કરશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે, ફેબ્રુઆરી માસના બીજા જ સપ્તાહથી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 










600 કટ્ટા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પર કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય

ખેડૂતોને ખાવાના બટાકા પકવવા માટે ટ્રાન્સપોર્ટ સબસિડી સાથે સ્ટોરેજ માટે પણ સહાય અપાશે. કોલ્ડ સ્ટોરેજમાં માટે ખેડૂતોને પ્રતિ કિલો એક રૂપિયાની સહાય, અન્ય રાજ્યમાં બટાકાની નિકાસ કરનારને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા રોડ ટ્રાન્સપોર્ટ સહાય, બટાકા અન્ય દેશમાં નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટેશનમાં 25 ટકાની સહાય અપાશે. 600 કટ્ટા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પર કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય અપાશે. 



ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે: રાઘવજી પટેલ

સાથે કૃષિ મંત્રીએ ગૃહમાં રાજ્યમાં ખેડૂતોના હિતને ધ્યાને લેતા એવો પણ નિર્ણય કર્યો છે કે, કમોસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માવઠાના કારણે થયેલા નુકશાન અંગે સર્વે કરાવવાના આદેશ આપ્યા છે.