હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતાનો દાવો- ગમે તે ક્ષણે POK ભારતમાં ભળી જશે, લોકોએ કરી માગ

હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતાનો દાવો- ગમે તે ક્ષણે POK ભારતમાં ભળી જશે, લોકોએ કરી માગ

image : Twitter

ડૉ. કમલ ગુપ્તા હરિયાણા સરકારમાં મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા છે. તાજેતરમાં તેમણે રોહતકમાં એક કાર્યક્રમને સંબોધતા મોટો દાવો કર્યો કે જે રીતે ભારત હવે સશક્ત બની ગયું છે તે રીતે આવનારા સમયમાં   POK ભારતનો હિસ્સો બની જશે. આ અંગે મુજફ્ફરાબાદ સહિત મોટાભાગના શહેરોમાં અવાજ ઊઠવા લાગ્યો છે કે અમને ભારતમાં મિલાવી દો. 

કમલ ગુપ્તાએ કર્યો મોટો દાવો 

કમલ ગુપ્તાએ કહ્યું કે આવનારા બે-પાંચ વર્ષોમાં કોઈપણ ક્ષણે પીઓકેને ભારતમાં ભેળવી દેવાશે. અમે રામમંદિર બનાવવાનું કામ શરૂ કર્યું અને કલમ ૩૭૦ પણ રદ કરી દીધી. આ બધા કામ જોઈને આજે પીઓકેમાં અવાજ ઊઠવા લાગ્યો છે અને મુજફ્ફરાબાદમાં આંદોલન શરૂ થઈ ગયું છે. અહીંના લોકો ભારતમાં વિલય થવા માગે છે. એક વર્ષ, બે વર્ષ કે પાંચ વર્ષમાં ગમે ત્યારે એ ક્ષણ આવી જશે જ્યારે પીઓકે ભારતનો હિસ્સો બની જશે. 

Share: