ચાણસ્મા નજીક ચાલુ બસે ડ્રાઈવરની તબિયત લથડતા અકસ્માત, ચાલકનું મોત અનેક લોકો ઘાયલ

ચાણસ્મા નજીક ચાલુ બસે ડ્રાઈવરની તબિયત લથડતા અકસ્માત, ચાલકનું મોત અનેક લોકો ઘાયલ

પાટણ, તા. 5 માર્ચ 2023, રવિવાર

આજે પાટણના ચાણસ્મા નજીક અચાનક ડ્રાઈવરની તબીયત બગડતા બસ એક ઝાડ સાથે ટકરાઈ હતી. જેમા મળતી વિગતો મુજબ ડ્રાઈવરનું મોત નિપજ્યુ હતુ. અને બસમાં સવાર લોકોને ઈજાઓ પહોચી હતી. 

બસ ધડાકા સાથે એક વૃક્ષ સાથે અથડાતાં ઘટના સ્થળે ચાલકનું મોત નિપજ્યુ હતુ

આ ઘટનાની પાપ્ત થયેલ વિગતો પ્રમાણે ઊંજા ડેપોની બસને ચાણસ્મા નજીક અકસ્માત નડ્યો હતો. જેમા પાટણથી આવી રહેલી બસના ડ્રાઈવરની અચાનક તબિયત ખરાબ થતા બસ સાઈડની ચોકડીમા ઉતરી ગઈ હતી અને ધડાકા સાથે એક વૃક્ષ સાથે અથડાઈ હતી. જ્યા ઘટના સ્થળે ચાલકનું મોત નિપજ્યુ હતુ. તેમજ બસમા સવાર મુસાફરોમાં કન્ડક્ટર સહિત 6 લોકોને ઈજા પહોચી હતી. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ચાણસ્મા નજીક જીતોડથી ગંગેટ જવાના રસ્તે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે 108ને કોલ કરવામાં આવ્યો હતો. જેથી 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બસના ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને થોડો સમય માટે અકસ્માતના પગલે દોડધામ મચી ગઈ હતી. 

Share: