ભારતીય સેનાએ ગલવાન અને પેંગોગ ઘાટીમાં એક્ટિવિટી વધારી, ઘોડા સાથે પેટ્રોલિંગ શરૂ કર્યું

ભારતીય સેનાએ ગલવાન અને પેંગોગ ઘાટીમાં એક્ટિવિટી વધારી, ઘોડા સાથે પેટ્રોલિંગ શરૂ કર્યું

Image: Twitter

ભારતીય સેનાએ ચીન બોર્ડર પર લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ પર પોતાની ગતિવિધિમાં વધારો કર્યો છે. અહેવાલો અનુસાર, લદ્દાખમાં તૈનાત સેનાના જવાનો ગલવાન ઘાટી અને તેના આસપાસના વિસ્તારોમાં ઘોડાથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં સામાન લઈ જવા માટે ખચ્ચરોનો ઉપયોગ કરી રહ્યા છે.

સૈનિકો ગલવાન વિસ્તારમાં ક્રિકેટ અને આઇસ હોકી રમતા દેખાયા   
બીજી બાજુએ સૈનિકો ગલવાન વિસ્તારમાં ક્રિકેટ અને આઇસ હોકી રમી રહ્યા તેવા સેનાના અમુક ફોટોઝ પણ સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ જગ્યાઓનું નામ નથી જણાવ્યું, પરંતુ મીડિયા અહેવાલ મુજબ આ એ જ જગ્યા છે, જ્યાં જૂન 2020માં ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી.

ઉભરતા જોખમો અને પડકારોનો સામનો કરવા માટે ભારતીય સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર- આર્મી કમાન્ડર
જમ્મુ -કાશ્મીર અને લદાખ સરહદો બંને પર સતત ઉભરતા જોખમો અને પડકારોનો સામનો કરવા માટે ભારતીય સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર છે. આમાં ઉત્તરી આર્મીના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “ભારતીય સૈન્ય રાષ્ટ્રની લોકશાહી પરંપરાઓ જાળવી રાખીને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સતત દેખરેખ રાખીએ છીએ, તમામ વિકાસની દેખરેખ રાખી રહ્યા છીએ અને રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા માટે અમે જરૂરી પણ પગલાં લઈશું”

Share: