×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ કંપનીએ અદાણી ગ્રૂપમાં કર્યું મોટું રોકાણ અને તેના જ શેરોમાં બોલાઇ ગયો ૩ ટકાનો કડાકો

image : Twitter

હિંડેનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રૂપની મુશ્કેલીઓ સતત વધી ગઈ છે. જોકે આ દરમિયાન અદાણી ગ્રૂપ માટે તો સારા સમાચાર આવ્યા હતા. અમેરિકી પીઈ ફર્મ GQG પાર્ટનર્સએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું. GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં 1.87 બિલિયન ડોલર એટલે કે 15446 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. જોકે આ રોકાણ ખુદ GQG પાર્ટનર્સને જ ભારે પડી ગયું અને તેને મોટો આંચકો લાગ્યો. GQG પાર્ટનર્સના ઓસ્ટ્રેલિયન લિસ્ટેડ શેર્સમાં શુક્રવારે ૩ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. 

GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની 4 કંપનીઓમાં કુલ 1.87બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. 

જીક્યૂજી પાર્ટનર્સે અદાણી ગ્રૂપની 4 કંપનીઓમાં કુલ 1.87 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. ફ્લોરિડા બેઝ્ડ કંપની GQG પાર્ટનર્સે આશરે ૬૬૨ મિલિયન ડોલરમાં અદાણી એન્ટરપ્રાઈઝમાં 3.4 ટકાની ભાગીદારી ખરીદી હતી. જ્યારે પીઈ કંપનીએ 640 મિલિયન ડોલરમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 4.1 ટકાની ભાગીદારી ખરીદી. અદાણી ટ્રાન્સમિશનમા 2.5 ટકાની ભાગીદારી 230 મિલિયન ડોલરમાં ખરીદી છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં 3.5 ટકાની ભાગીદારી આશરે 340 મિલિયન ડૉલરમાં ખરીદી હતી. 

જ્યારે એસએન્ડપી/એએસએક્સ200 બેન્ચમાર્ક ઈન્ડેક્સ 0.4 ટકા સુધી વધ્યો હતો

GQG પાર્ટનર્સના શેરમાં 3 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. જ્યારે એસએન્ડપી/એએસએક્સ200 બેન્ચમાર્ક ઈન્ડેક્સ 0.4 ટકા સુધી વધ્યો હતો. GQGએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં એવા સમયે રોકાણ કર્યું છે જ્યારે હિંડેનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગ્રૂપની માર્કેટ વેલ્યૂમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો. હિંડેનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપને મળેલું આ પ્રથમ મોટું ઈન્વેસ્ટમેન્ટ છે. હિંડેનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર એકાઉન્ટિંગ ફ્રોડ અને શેરની કિંમતોમાં હેરફેર અને છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો હતો.