×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ સહિત આ શહેરોના લોકોનું ઘરનું સપનું પુરુ કરવા CM ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 11 TP સ્કીમને આપી મંજૂરી

Image: Twitter



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે શહેરી વિસ્તારોમાંઆંતરમાળખાકીય સુવિધા વધારવા નવી યોજનાઓનો વિસ્તાર કર્યો છે. અમદાવાદની 9 તેમજ સુરત તથા ભાવનગરની 2 મળીને કુલ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા આપવામાં આવી છે.

મુખ્યમંત્રી દ્વારા મંજૂરી મળેલી ટાઉન પ્લાનિંગ સ્કીમથી અમદાવાદમાં 26.60  હેક્ટર્સમાં 23700થી વધુ EWS આવાસ નિર્માણ થશે. સાથે જ બાગ બગીચા રમતના મેદાનો માટે 25.05 હેક્ટર અને જાહેર સુવિધા માટે 20.73 હેક્ટર જમીન ફાળવવામાં આવશે. આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અંદાજે 89.95 હેક્ટર જમીન સંપ્રાપ્ત કરવામાં આવશે. સુરત અને ભાવનગરમાં કુલ 20.40 હેક્ટરર્સ જમીનની સંપ્રાપ્તિ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ સૂચકાંક સુધારવાની દિશામાં વધુ એક કદમ ભર્યું છે. 

મુખ્યમંત્રી આ ઉપરાંત અમદાવાદની સાત પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સાત પ્રિલિમિનરી ટી.પી.માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કીમ 92/બી સરખેજ -ઓકફ, 105 વસ્ત્રાલ, 73  વિંઝોલ, 114 વસ્ત્રાલ-રામોલ, 93/સી  ગ્યાસપુર- વેજલપુર, 65 સૈજપુર-બોઘા તેમજ 66 સૈજપુર-બોઘા ઇસ્ટનો સમાવેશ થાય છે.

ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ-32 શામપરા -સીદસર પણ ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી 3.74 હેક્ટર્સમાં 3300 EWS મકાનો બની શકશે. આંતરમાળખાકીય સવલતોના વિકાસ ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુસર અંદાજે 4.54 હેક્ટર્સ જમીન સહિત સમગ્રતયા 16.92 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત કરી દેવામાં આવશે.