બગોદરા હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 1નું મોત 10 થી વધુ ઘાયલ

બગોદરા હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 1નું મોત 10 થી વધુ ઘાયલ

અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી 2023, સોમવાર 

આજે સવારે ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ નજીક  ST બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું જ્યારે 10થી વધુ ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું અને દસથી વધુ લોકોને  ઇજા પામી હતી. આ ઘટનાની તાત્કાલિક 108 ને કોલ કરી જાણ કરવામાં આવી હતી જેથી 108 તરત ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત થયેલા તમામને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત

આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયુ હતું અને દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા તમામને ધંધુકાની  RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share: