2024માં ભાજપને હરાવવો હોય તો કોંગ્રેસ આ કામ ઝડપથી કરે, બિહારના CMએ આપી સલાહ

2024માં ભાજપને હરાવવો હોય તો કોંગ્રેસ આ કામ ઝડપથી કરે, બિહારના CMએ આપી સલાહ

image : Twitter

નવી દિલ્હી, તા 18, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

દેશમાં આગામી 2024ની લોકસભા ચૂંટણી અંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ આગળ આવે અને વિપક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ શરૂ કરે. તેમાં વિલંબ ના કરે. 

પીએમ પદ અંગે નીતીશ કુમારે શું કહ્યું ? 

પટણામાં આયોજિત સીપીઆઈ-એમએલના રાષ્ટ્રીય કન્વેન્શનમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પીએમ પદ અંગે કહ્યું કે નેતૃત્વ અંગે મારી કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી. અમે તો ફક્ત પરિવર્તન ઈચ્છીએ છીએ. જે બધા નક્કી કરશે તે જ થશે. નીતીશે કહ્યું કે હવે કોંગ્રેસ આગળ આવીને નિર્ણય કરે અને વિપક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ કરે. 

…તો ભાજપ 100 સીટની નીચે સમેટાઈ જશે

નીતીશ કુમારે કહ્યું કે અમે તો રાહ જોઈ રહ્યા છીએ. દિલ્હી જઈને સોનિયા-રાહુલ સાથે મુલાકાત પણ કરી હતી. સલમાન ખુરશીદે કહ્યું કે તમારા માધ્યમથી કોંગ્રેસના નેતૃત્વને અપીલ કરી છે કે બધા એકજૂટ થશે તો ભાજપ 100 સીટની નીચે સમેટાઈ જશે. બિહારમાં વિપક્ષી દળ એકજૂટ થઈને કામ કરી રહ્યા છે.  જ્યારે નીતીશ કુમારે કહ્યું કે આજે આઝાદીની લડાઈનો ઈતિહાસ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમામ ધર્મ અને જાતિના લોકોને સાથે લઈને ચાલવું પડશે.  

તેજસ્વીએ પણ કહ્યું – વિલંબ ન કરશો 

આ દરમિયાન નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવે પણ કહ્યું કે કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને ડ્રાઈવિંગ સીટ પર આગળ આવવા દેવાની જરૂર છે. જ્યાં ભાજપ સાથે સીધો મુકાબલો હોય ત્યાં કોંગ્રેસ તેનો સામનો કરે. કોંગ્રેસે હવે જરાય વિલંબ ન કરવો જોઈએ. 

Share: