×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે ચીન બરાબરનો અકળાશે, અમેરિકી સંસદમાં જે થયું તેના વિશે જાણી તમે પણ કહેશો – વાહ દોસ્ત!

image : wikipedia


અમેરિકી સંસદમાં એક એવો પ્રસ્તાવ રજૂ કરાયો છે જેને લઈને ચીન બરાબરનો અકળાશે.  બે અમેરિકી સાંસદોએ અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ જાહેર કરવા માટે સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સાથે જ તેમાં ચીન દ્વારા એલએસીની સ્થિતિને બદલવાના પ્રયાસની પણ આકરી ટીકા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં ચીનના હુમલાથી બચવા માટે લેવાયેલા પગલા માટે ભારત સરકારની પ્રશંસા કરાઈ હતી. 

અમેરિકી સેનેટર જેફ મર્કલેએ બિલ હેગર્ટી સાથે મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે ચીન સતત સરહદી રાજ્યો પર દાવો કરે છે. અહીં અનેકવાર બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે. અમેરિકાના બે સેનેટરોએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં અમેરિકા દ્વારા અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપવાની પુષ્ટી કરવાની માગ કરાઈ છે. અમેરિકી સેનેટર જેફ મર્કલેએ બિલ હેગર્ટી સાથે મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 

માર્કલે ઓરેગોનથી એક પ્રગતિશીલ ડેમોક્રેટિક સેનેટર છે

માર્કલે ઓરેગોનથી એક પ્રગતિશીલ ડેમોક્રેટિક સેનેટર છે જે ચીન પર અમેરિકી સંસદના કાર્યકારી આયોગના સહ-અધ્યક્ષ તરીકે કામ કરે છે. હેગર્ટી જાપાનમાં અમેરિકાના પૂર્વ રાજદૂત પણ રહી ચૂક્યા છે. બંને સાંસદ અમેરિકી સંસદની વિદેશ બાબતોની સમિતિના સભ્યો પણ છે. તેમના દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને એસએફઆરસીને મોકલાયો છે. જો અધ્યક્ષ બોબ મેનેંડેઝ તેના પર વાંધો નહીં દર્શાવે અને તે સમિતિના માધ્યમથી આગળ વધશે તો કાયદા તરીકે સંસદના પટલ પર રજૂ કરાશે.