એક વ્યક્તિ કે એક વિચારધારા દેશને બનાવી કે બગાડી ના શકેઃ RSS પ્રમુખ મોહન ભાગવત

એક વ્યક્તિ કે એક વિચારધારા દેશને બનાવી કે બગાડી ના શકેઃ RSS પ્રમુખ મોહન ભાગવત

image :  Facebook

નવી દિલ્હી, તા 15, ફેબ્રુઆરી, 2023, બુધવાર

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે એક વ્યક્તિ, એક વિચાર, એક સમૂહ કે એક વિચારધારા કોઈ દેશને બનાવી કે તેને બગાડી ના શકે. છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યની સ્થાપના કરી અને તેમના સમયમાં દક્ષિણ ભારતને અત્યાચારોથી મુક્ત કરાવાયા હતા. દુનિયાના સારા દેશો પાસે અનેક વિચારો છે. 

દુનિયાના સારા દેશો પાસે દરેક પ્રકારના વિચારો હોય છે 

રાજરત્ન પુરસ્કાર સમિતિ તરફથી આયોજિત પુરસ્કાર સમારોહમાં ભાગવતે કહ્યું કે દુનિયાના સારા દેશો પાસે દરેક પ્રકારના વિચારો હોય છે. તેમની પાસે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ હોય છે અને તે આ વ્યવસ્થાઓ સાથે જ આગળ વધી રહ્યા છે.  નાગપુરના પૂર્વ શાહી ભોંસલે પરિવાર વિશે તેમણે કહ્યું કે આ પરિવાર સંઘના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના સમયે આરએસએસ સાથે જોડાયો હતો.  

Share: