×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેટલાક ભારતીય ક્રિકેટરો ફિટ થવા માટે ડોપિંગમાં ના પકડાય તેવા ઈંજેક્શન લેે છેે : ચેતન શર્માનો ધડાકો

નવી દિલ્હી, તા.15

ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન પેનલના ચીફ ચેતન શર્માએ એક સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છેે કે, કેટલાક ભારતીય ક્રિકેટરો ફિટ થવા માટે ડોપિંગમાં ના પકડાય તેવા ઈંજેક્શન લે છે. ખેેલાડી 80 ટકા ફિટ હોય તો તે ઈન્જેકશન લઈને ફિટ થઈ જાય છે. ચેતન શર્માના આ ખુલાસા બાદ ભારતીય ક્રિકેટમાં આપાતકાલીન સ્થિતિ પેદા થાય તેવી શક્યતા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજાઈ રહી છે, ત્યારે શર્માના સ્ટિંગ ઓપરેશને ભારતીય ક્રિકેટની સામે અનેક પ્રશ્નો ખડા કરી દીધા છે.

કોહલીએ ગાંગુલીને બદનામ કરવાની કોશીશ કરી

ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે કોહલીને લાગતુ હતુ કે, ગાંગુલીને કારણે તેને કેપ્ટન્સી ગુમાવવી પડી છે. જોકે ગાંગુલીનો એકલાનો એ નિર્ણય નહતો. અમે બધા સિલેક્શન પેનલમાં હતા. કોહલીએ આ જ કારણે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા મીડિયાની સામે આ અંગે ખુલાસો કરતાં ગાંગુલીની બદનામીનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બુમરેંગ સાબિત થયો હતો.

નોંધપાત્ર છે કે, કોહલીએ ત્યારે કહ્યું હતુ કે, મારી કેપ્ટન્સી છોડવાની રજુઆતને બીસીસીઆઇના હોદ્દેદારોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. જોકે ચેતન શર્માએ સ્ટિંગમાં કહ્યું કે, ગાંગુલીએ તેેને ફેર વિચાર કરવા માટે જણાવ્યું હતુ. જોકે આ બાબત કોહલીને સંભળાઈ નહતી કે તેણે તેને નજર અંદાજ કરી હતી, તે તો કોહલી જ કહી શકે. અમે રોહિત શર્માની તરફેણ કરી એવું નથી. ગાંગુલીને કોહલી ગમતો નહતો એમ પણ તમે કહી શકો.

રોહિત અને કોહલી વચ્ચે અભિમાનનો ટકરાવ : ભારતીય ક્રિકેટમાં જૂથવાદ

ચેતન શર્માએ કહ્યું કે, રોહિત અને કોહલી વચ્ચે અભિમાનનો ટકરાવ છે. ભારતીય ટીમમાં બે જૂથ છે અને તેઓ પોતપોતાના જૂથના લીડર છે. બંનેને બોલીવૂડના સ્ટાર અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સાથે સરખાવી શકાય. 

હાર્દિક પંડ્યા ટી-20ના કેપ્ટન તરીકે રોહિતનું સ્થાન લેશે

ચેતન શર્માએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, હાર્દિક પંડ્યા લાંબા ગાળે ટી-20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનશે. ટી-20ના ફોર્મેટમાં કોહલી અને રોહિત જેવા મજબુત ઓપનરોને એટલા માટે આરામ આપવામાં આવ્યો હતો, જેના કારણે ગીલને તક આપી શકાય.