×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાગૃત જીવન – January 2023

સ્મૃતિ સ્મરણ, યાદ એ ભૂતકાળની વાતો છે એનો સ્વીકાર કરવો રહ્યો. કયારેક એ યાદો દિલને સ્વપ્નોના વિશ્વમાં વિહાર કરાવે છે, તો કેટલીક ‘જવાળામુખીના લાવા જેવી ધગધગતી પણ હોય છે. આપણા સૌનું જીવન ત્રણ કાળમાં વિહર્યા કરે છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન (મેશા ભૂત અને ભવિષ્યમાં ટીંગળાયા કરતો હોય છે પરંતુ એનો આધાર પોતાની મનોસ્થિતિ પર રહેતો હોયછે.

કોઇ નવતર વ્યકિતને મળીએ અતિત કે વર્તમાન કે ભવિષ્યની કોઇ બાબતને જોડયા વિના તેનો તાગ મેળવવા મથામણ કરીએ છીએ. પરિચિતો, સ્તેહીઓ કે સ્વજનો માટે આ વિભાવના વિપરીત રહેતી હોય છે. વર્તમાનની શ્ષણોને જો સ્થિર રાખીએ તો મન ભલે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં વિહર્યા કરે, પઃ વર્તમાનને તે અચૂક સંવર્ધિત કરે છે. એની સીધી અસર આપણા એ સંબંધો અને પ્રવૃત્તિઓ ઉપર પણ જોવા મળે છે. નવતર વ્યકિત સાથે ભૂતકાળના કોઇ વળગણ હોતા નથી. આથી એ સંબંધો કોઇપણ જાતની આંગળિયાતથી પરે રહે છે. પરિચિતો સાથે એક સાચી ખોટી ઓળખ ભૂતકાળની સાથે જ આવે છે. એટલે જ આપણે નફા-તોટાના હિસાબમાં ખોવાઇ જઇએ છીએ. સહજતા નામના ગુણને હડસેલી મૂકતા હોઇએ છીએ. એક બીજાને મળીએ, પરંતુ આપણી માનસિકતા આપણે પોતે જ રચેલાં વળગણોથી પર રહે છે ખરી # વર્તમાનમાં વિચરીએ છીએ, પરંતુ કાંધો પર ભૂતકાળનો ભાર અને ભવિષ્યની શૂન્યતા સવાર હોય છે. આપણી આ વળગણોની ભરમારને આપણે શબ્દો થકી અભિવ્યકત કરવાનું પણ ટાળીએ છીએ. પરિણામે આપણા એક મેક સાથેના સંબંધો પણ ખાલી ચણા જેવા ખોખલા બની રહે છે. આપણા વિચારો પર ધુમ્મસના પડળ છવાયા છે, અને આપણી વળગણોને અવગણી સહજ સ્વસ્થ રહેવાની આવશ્યકતા ત્યારે સમજાય છે. શબ્દોની ખોખલી અભિવ્યકિતને કે એના ઘકી સંબંધોની માવજત કરવાના બદલે મૌનની અભિવ્યકિત વધુ મજબૂત બનીરહે છે.

એટલે જ/ હું મૌન રહેવું વધુ પસંદ કરે, મારા શ્વાસ જ મારી પટકથાને રજ કરી દેતા હોય છે !