અમેરિકા બાદ હવે કેનેડામાં પણ શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ, પીએમ ટ્રુડોના ઈશારે તોડી પડાઈ

અમેરિકા બાદ હવે કેનેડામાં પણ શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ,  પીએમ ટ્રુડોના ઈશારે તોડી પડાઈ

image : Twitter

નવી દિલ્હી, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

અમેરિકા બાદ કેનેડાના આકાશમાં પણ એક અજાણી વસ્તુ ઉડતી જોવા મળી હતી. માહિતી અનુસાર એરસ્પેસનું ઉલ્લંઘન કરતાં તેને પણ અમેરિકી ફાઈટર જેટ દ્વારા તોડી પાડવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ આ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે મારા આદેશ પર જ કેનેડાના હવાઈ ક્ષેત્રમાં એક અજાણ્યા ફ્લાઈંગ ઓબ્જેક્ટને તોડી પાડવામાં આવ્યું હતું. 

40000 ફૂટની ઊંચાઈએ વસ્તુ ઉડી રહી હતી 

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ અમેરિકાના અલાસ્કામાં પણ આકાશમાં લગભગ 40000 ફૂટની ઊંચાઇએ એક શંકાસ્પદ વસ્તુ ઉડતી જોવા મળી હતી. જેના પગલે તેને પણ રાષ્ટ્રપતિ બાઈડેનના ઈશારે તોડી પાડવામાં આવી હતી. અગાઉ ચીનનું એક જાસૂસી બલૂન પણ અમેરિકા અને લેટિન અમેરિકાના આકાશમાં ઉડતું જોવા મળ્યું હતું. છેવટે તેને પણ નષ્ટ કરાયું હતું. 

Share: