×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આનંદો ! TRAIના આ પ્લાનથી ડ્યુઅલ સિમ ધરાવતા લોકોની મોટી ચિંતા થઈ જશે દૂર

image : Twitter


નવી દિલ્હી, તા 10, ફેબ્રુઆરી, 2023

આજકાલ ટેલીકોમ કંપનીઓ જેમ કે એરટેલ, વોડાફોન-આઈડિયા અને જિયો જેવી કંપનીઓ તેના ટેરિફ પ્લાનમાં સતત વધારો કરી રહી છે જેના લીધે સામાન્ય લોકો માટે મોબાઈલમાં બે-બે સિમ રાખવા લગભગ અશક્ય થઇ રહ્યા છે. હાલમાં જ તાજેતરમાં જ એરટેલે 99 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન બંધ કરી દીધો હતો જે એક આંચકાજનક અહેવાલ હતા. હવે TRAI આ સમસ્યાનો ઉપાય લાવી રહી છે અને તે લોકોને ફાયદો થાય તેવો પ્લાન લાવવાની તૈયારી કરી રહી છે. 

TRAIની શું છે યોજના? 

માહિતી અનુસાર હવે મોંઘા થતા રિચાર્જ પ્લાનથી છૂટકારો આપવા માટે સરકાર તરફથી ખાસ પ્લાન રજૂ કરવામાં આવી શકે છે. એક અહેવાલ અનુસાર ટેલિકોમ રેગ્યુલેટરી એથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તરફથી ડ્યુઅલ સિમ રાખતા લોકો માટે માત્ર ઈનકમિંગ અને એસએમએસ ઓનલી પ્લાન રજૂ કરવામાં આવી શકે છે. એટલે કે, આ પ્લાનમાં માત્ર ઈનકમિંગ કોલ અને એસએમએસની સુવિધા મળશે. આ પ્લાન એવા યૂઝર્સ માટે આશીર્વાદ રુપ બની રહેશે જે ડ્યુઅલ સિમને એક્ટિવેટ રાખવા માગે છે. તેમાં સેકન્ડ સિમનું રિચાર્જ લગભગ અડધું થઈ જશે.

ટેલીકોમ કંપનીઓને વાંધો

સરકારનો આ પ્લાન ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓને માફક આવી રહ્યો નથી સરકારનું માને છે કે, તાજેતરના સમયમાં દેશની મોટાભાગની વસતી અફોર્ડેબલ પ્રાઈસમાં મોબાઈલ ટેરિફની સુવિધાનો લાભ ઉઠાવી શકતી નથી. એવામાં સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓની સામે ઓછી કિંમતમાં કોલ અને એસએમએસ ઓનલી પ્લાનનો વિચાર રજૂ કરાયો છે. તેનાથી નવા યૂઝર્સને જોડવામાં મદદ મળશે. 

ટેલિકોમ કંપનીઓ શું કહે છે? 

ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ જેમ કે જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાનું કહેવું છે કે, આ પ્રકારના પ્લાનથી એવરેજ રેવન્યુ પર યૂઝર એટલે કે ARPUને વધારવામાં મદદ નહીં મળે. ટેલિકોમ ફર્મ મુજબ, ઈનકમિંગ હોય કે આઉટગોઈંગ, નેટવર્કનો ઉપયોગ બંનેમાં થશે. તેનાથી ટેલિકોમ સેક્ટરના રિસોર્સનો ઉપયોગ થશે. જ્યારે કે તેના બદલામાં કમાણી ઓછી થશે  જે ટેલિકોમ કંપનીઓને નુકસાન પહોંચાડી શકે છે.