ટિક ટોકે ભારતમાં સમેટ્યો કારોબાર, આખા સ્ટાફની કરી છટણી, 3 વર્ષ પહેલા મૂકાયો હતો બૅન

ટિક ટોકે ભારતમાં સમેટ્યો કારોબાર, આખા સ્ટાફની કરી છટણી, 3 વર્ષ પહેલા મૂકાયો હતો બૅન

image : facebook

નવી દિલ્હી, તા 10, ફેબ્રુઆરી, 2023

ગૂગલ એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓ બાદ હવે ટિક ટોક  અને યાહૂએ છટણીની જાહેરાત કરી દીધી છે. અહેવાલ અનુસાર ટિક ટોક ઈન્ડિયાએ 40 કર્મચારીઓના સંપૂર્ણ સ્ટાફને નોકરીથી કાઢી મૂક્યો છે. આટલું જ નહીં કંપનીએ તમામ કર્મચારીઓને પિંક સ્લિપ પણ આપી દીધી છે. 

3 વર્ષ પહેલા બૅન મૂકાયો હતો 

અહેવાલ અનુસાર બાઇટ ડાન્સની સોશિયલ મીડિયા એપ ટિક ટોકના ઈન્ડિયાના ઓફિસના કર્મચારીઓ મોટાભાગે બ્રાઝિલ અને દુબઈના માર્કેટમાં કામ કરી રહ્યા હતા. ટિક ટોકનો આ નિર્ણય કોઈ આશ્ચર્યની વાત નથી. કેમ કે 3 વર્ષ પહેલા જ ટિક ટોક પર ઈન્ડિયામાં પ્રતિબંધ મૂકી દેવાયો હતો. 

કર્મચારીઓને 9 મહિનાનો પગાર ચૂકવશે 

ટિક ટોકે કર્મચારીઓને જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ કંપનીનો છેલ્લો દિવસ રહેશે. અહેવાલ અનુસાર કંપનીને એમ પણ કહ્યું કે કાઢી મૂકાયેલા કર્મચારીઓને 9 મહિનાનો પગાર પણ આપવામાં આવશે. 

Share: