ટ્વિટર ફરી એકવાર થયુ ડાઉન, યુઝર્સને ટ્વિટ અને મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ટ્વિટર ફરી એકવાર થયુ ડાઉન, યુઝર્સને ટ્વિટ અને મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
Image : Twitter

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2023, ગુરુવાર

ગઈકાલે મોડી રાત્રે ટ્વિટર ફરી એકવાર ડાઉન થઈ ગયુ હતું. આ સાથે જ યુઝર્સને વિવિધ ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સને માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ટ્વિટ કરવામાં, ડાયરેક્ટ મેસેજ મોકલવામાં અને પ્લેટફોર્મ પર નવા એકાઉન્ટ્સને ફોલો કરવામાં મુશ્કેલી પડી હતી.

ટ્વિટર યુઝર્સ કોઈ મેસેજ ટ્વીટ પણ કરી શક્યા ન હતા. કેટલાક યુઝર્સઓ કે જેમણે નવી ટ્વીટ્સ પોસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો તેઓને એક નોટીફિકેશન જોવા મળ્યુ હતું કે તમે ટ્વીટ મર્યાદા વટાવી દીધી છે. કેટલાક ટ્વિટર યુઝર્સે બીજું નોટીફિકેશન જોવા મળ્યુ હતું જેમાં લખ્યું હતું, અમને માફ કરશો, અમે તમારી ટ્વિટ મોકલી શક્યા નથી.

Share: