×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલે કહ્યું – હું 2-3 વર્ષથી અદાણીનો મુદ્દો ઊઠાવતો હતો, સરકાર ચર્ચા જ નથી કરતી

image : Twitter


નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી, 2023, સોમવાર

ગૌતમ અદાણી મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે નિશાન તાક્યું હતું. તેમનું કહેવું હતું કે પીએમ ઈચ્છતા નથી કે સંસદમાં આ મામલે ચર્ચા થાય. પણ દેશના લોકોએ એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે અદાણીને કોણ પીઠબળ આપી રહ્યું છે. 

સરકાર ચર્ચા કરાવવા માગતી નથી 

રાહુલ ગાંધીએ કહ્યું કે હું છેલ્લા 2-3 વર્ષથી અદાણીનો મુદ્દો ઊઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ કોઈ મારી વાત પર ધ્યાન આપવા તૈયાર નહોતું.  રાહુલે કહ્યું કે સરકાર સંપૂર્ણ પ્રયાસ કરશે કે સંસદમાં અદાણી મુદ્દે કોઈ ચર્ચા ન થાય. સરકારે સંસદમાં આ મુદ્દે ચર્ચાની મંજૂરી આપવી જોઈએ. તેણે છટકવું ના જોઇએ. 

રાહુલે કહ્યું કે હું સરકારને ઘણા સમયથી કહું છું કે હમ દો હમારે દો. 

રાહુલે કહ્યું કે હું સરકારને ઘણા સમયથી કહું છું કે હમ દો હમારે દો. સરકાર ડરી ગઈ છે કે સંસદમાં અદાણી મુદ્દે ચર્ચા ન થાય. સરકારે તેના માટે આગળ આવવું જોઇએ. તમે બધા કારણ જાણો જ છો કે આ મુદ્દે ચર્ચા કેમ થઈ રહી નથી. હું છેલ્લા ઘણા સમયથી આ મામલે બોલી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે અદાણી મુદ્દે હોબાળાને કારણે સંસદના બંને ગૃહમાં કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોએ જુદા જુદા શહેરોમાં મોટાપાયે હોબાળો મચાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.