સુપ્રિમની ફટકારથી સરકાર એક્શનમાં, પાંચ નવા જજોની નિમણૂકને આપી લીલી ઝંડી

સુપ્રિમની ફટકારથી સરકાર એક્શનમાં, પાંચ નવા જજોની નિમણૂકને આપી લીલી ઝંડી

Image: wikipedia

સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને લઇ કેન્દ્ર સરકારે  મંજૂરી આપી છે. જેમાં પંકજ મિથલ કે જે રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, સંજય કરોલ કે જે પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, પીવી સંજય કુમાર કે જે મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ કે જે પટના હાઈકોર્ટના જજ અને મનોજ મિશ્રા કે જે અલાહાબાદ હાઈકોર્ટના જજનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ બાબતે જાણકારી આપી છે.

તેમણે આ પહેલા પ્રયાગરાજમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કોલેજિયમ પર ચેતવણી આપી છે. આ દેશના માલિક જો કોઈ છે તો તે દેશની જનતા જ છે, અમે બધા તો સેવક છીએ. અમારું માર્ગદર્શક બંધારણ છે. આપણો  દેશ બંધારણ પ્રમાણે છે. અમે અમારી જાતને એક સેવકના રૂપમાં જોઈએ છીએ.

Share: