ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે આસારામને સજા સંભળાવશે, ગઈકાલે દોષિત જાહેર કરાયા હતા

ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે આસારામને સજા સંભળાવશે, ગઈકાલે દોષિત જાહેર કરાયા હતા
Image : Wikipedia

ગાંધીનગર, 31 જાન્યુઆરી 2023 મંગળવાર

આસારામ સામે દુષ્કર્મ ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગઈકાલે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરાયા હતા. આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. કોર્ટ આજે સજા સંભળાવશે. જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે.

શું હતો આ કેસનો સમગ્ર મામલો ?

વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

Share: