ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજાનું એલાન, 6 આરોપી નિર્દોષ

ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજાનું એલાન, 6 આરોપી નિર્દોષ

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2023 સોમવાર

આસારામ સામે દુષ્કર્મ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો છે. 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર થયાં છે. તે સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. કોર્ટ આવતીકાલે સજાનું એલાન કરશે. 

જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી
ગાંધીનગર કોર્ટમાં દુષ્કર્મ કેસ મામલે ગત ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓના નિવેદનો લેવાયા હતાં. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી. 

આસારામ હાલ જોધપુર જેલમાં બંધ
આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

શું હતો આ કેસનો સમગ્ર મામલો
2001માં સુરતની બે યુવતીઓએ આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. 6 ઓક્ટોબર, 2013ના દિવસે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.


Share: