×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BBCની ડૉક્યુમેન્ટ્રી અંગે PMની ચેતવણી – દેશને વિભાજિત કરવાના પ્રયાસો સફળ નહીં થાય

image : Twitter


નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી, 2023

પીએમ મોદીએ દેશમાં મતભેદો વધારવા અને વિભાજન પેદા કરવાના પ્રયાસો પ્રત્યે દેશવાસીઓને સચેત કરતા વિશ્વાસ અપાવ્યો કે આ પ્રકારના પ્રયાસો ક્યારેય સફળ થવાના નથી. દિલ્હીની છાવણીના કરિયપ્પા મેદાનમાં એનસીસીની એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે એકતાનો મંત્ર જ ભારત માટે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

દરેક યુવાને સપનું સાકાર કરવા પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયાસ 

વડાપ્રધાન મોદીએ ક્હ્યુ કે આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે. તે માટે સૌથી મહત્વની બાબત તમે બધા યુવાનો છો, ભારતના યુવાનોના કારણે આખી દુનિયાની નજર આપણી ઉપર છે. વડાપ્રધાને કહ્યુ કે આજનું ભારત દરેક યુવા સાથીઓને એક વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જ્યાં તમે પોતાના સ્વપ્નને સાકાર કરી શકો. આજે યુવાનો માટે નવા નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વધુ જણાવતા ક્હ્યુ કે, દેશના વિકાસમાં NCCની ભૂમિકા શુ રહી છે અને તમે બધાએ કેટલી પ્રશંશનીય કામગીરી રહ્યા છો તે અમે  સૌ જાણીએ છીએ. 

મતભેદો પેદા કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ જશે 

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે ડિજિટલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની ક્રાંતિઓની શરૂઆત કરી છે. તેનાથી સૌથી મોટો લાભ યુવાઓને મળી રહ્યો છે. આ ભારતના યુવાઓ માટે એક તક સમાન છે. દરેકને એવું લાગી રહ્યું છે કે હવે ભારતનો સમય આવી ગયો છે. પીએમએ કહ્યું કે દેશને વિભાજિત કરવા માટે બહાના શોધવામાં આવે છે. ભારતમાતાના સપૂતો વચ્ચે વિભાજન પેદા કરવા વિવિધ વાતો ફેલાવીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરાય છે. આ પ્રકારના પ્રયાસો છતાં ભારતના લોકો વચ્ચે ક્યારેય મતભેદો પેદા થવાના નથી.