ઈરાનમાં 5.9ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ, 7 લોકોના મોત, 440થી વધુ લોકો ઘવાયા

ઈરાનમાં 5.9ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ, 7 લોકોના મોત, 440થી વધુ લોકો ઘવાયા

 

image : Pixabay

તહેરાન, તા. 29 જાન્યુઆરી, 2023

ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં શનિવારે રાતે 5.9ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો હતો. એક અહેવાલ અનુસાર ભૂકંપને કારણે ઈરાનની એક પ્રાંતીય રાજધાનીમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. 

હોસ્પિટલોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી

ઈરાની મીડિયા અને યુરોપિયન ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જોકે ઈરાનના એક મીડિયા અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી મળ્યા નથી. જોકે એક અહેવાલોમાં અધિકારીઓના હવાલાથી એવો દાવો કરાયો હતો કે અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં ભૂકંપને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 440થી વધુ લોકો ઘવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પણ 10 કિલોમીટર ઊંડે હોવાનું જણાવાયું છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે રાહત અને બચાવ ટુકડી રવાના કરી દેવામાં આવી હતી. હોસ્પિટલોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. 

Share: