×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિદેશ મંત્રી જયશંકરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. મારી સમજ ઓછી હશે તો હું સેનાને પુછીશ

image- air



નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2023 શનિવાર

ચીન દ્વારા ભારતની જમીન પચાવી પાડવા અંગે રાહુલ ગાંધી વારંવાર સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે  વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, જો તેઓ કોઈ જમીનની વાત કરે છે તો 1962માં ચીને ભારતની જમીન પર કબજો કર્યો હતો. તેઓ તમને એવું બતાવવા માંગે છે કે આ કોઈ આજકાલની ઘટના છે. 

ચીન વિશે તેઓ ખોટી ખબરો ફેલાવી રહ્યાં છે
તેમણે કહ્યું હતું કે, જો મારી સમજ ઓછી હશે તો હું આપણી સેના અથવા આપણા ઈન્ટેલિજન્સ સાથે વાત કરીશ. હું કોઈ ચીની એમ્બેસેડરને બોલાવીને મારી ખબર માટે પુછપરછ નથી કરતો. તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. ચીન વિશે તેઓ ખોટી ખબરો ફેલાવી રહ્યાં છે. તેનો હું જવાબ નથી આપી શકતો. 

તેમણે સિંધુ જળસંધીને એક ટેકનિકલ મામલો કહ્યો
તેઓ રાજનેતા છે પરંતુ તેઓ જાણીજોઈને આવી ખબરો ફેલાવી રહ્યાં છે. જેના વિશે તેઓ પણ જાણે છે કે આ સાચુ નથી. તેમણે સિંધુ જળસંધીને એક ટેકનિકલ મામલો કહ્યો હતો. તેમણે આ બાબતે કાર્યવાહી બંને દેશોના આયુક્તો વચ્ચેની વાતચીત પર આધારીત હશે એવું કહ્યું હતું. 

બંને દેશ મળીને સિંધુ જળસંધી પર વાત કરશે
તેમણે એવું કહ્યું હતું કે પાકિસ્તાનમાં જે થઈ રહ્યું છે તેના વિશે સાર્વજનિક રૂપે બોલવું મારા માટે બરાબર નથી. આ એક ટેકનિકલ મામલો છે. બંને દેશ મળીને સિંધુ જળસંધી પર વાત કરશે. આપણે ત્યાર બાદ જ ભવિષ્યની કાર્યવાહી પર ચર્ચા કરી શકીશું