અસાધારણ સિદ્ધી મેળવનારા 11 બાળકો આજે રાષ્ટ્રપતિના હસ્તે થશે સન્માનિત

અસાધારણ સિદ્ધી મેળવનારા 11 બાળકો આજે રાષ્ટ્રપતિના હસ્તે થશે સન્માનિત
image: Twitter 

નવી દિલ્હી, તા, 23 જાન્યુઆરી, 2023, સોમવાર

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 6 કેટેગરીમાં અસાધારણ સિદ્ધી મેળવનારા 11 બાળકોને સોમવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023 એનાયત કરશે. વડાપ્રધાન મોદી પણ 24 જાન્યુઆરીએ આ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે. 

કેન્દ્રીય મહિલા તથા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બાળકો સાથે વાતચીત કરશે 

કેન્દ્રીય મહિલા તથા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બાળકો સાથે વાતચીત કરશે અને રાજ્યમંત્રી ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈની હાજરીમાં તેમને શુભેચ્છા પાઠવશે. એવોર્ડ મેળવનારાઓમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 6 છોકરા અને 5 છોકરીઓ સામેલ છે. 

આ પુરસ્કાર 5થી 18 વર્ષના બાળકોને તેમની વિવિધ ક્ષેત્રોની સિદ્ધી માટે અપાશે

પીએમઆરબીપીના દરેક પુરસ્કાર વિજેતાને એક મેડલ, 1 લાખ રૂપિયા રોકડ ઈનામ અને એક પ્રમાણપત્ર અપાશે. કેન્દ્ર સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધી માટે પીએમઆરબીપી પુરસ્કારથી સન્માનિત કરે છે. આ પુરસ્કાર 5થી 18 વર્ષના બાળકોને કળા, સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, શિક્ષણ, સામાજિક સેવા અને ખેલ ક્ષેત્રમાં તેમની એ અસાધારણ સિદ્ધીઓ માટે અપાય છે જે રાષ્ટ્રીય સ્તરે તેમને માન્યતા આપવાને યોગ્ય હોય છે. 

Share: