જમ્મુના ઈદગાહમાં ગ્રેનેડ હુમલામાં 1 નાગરિક ઘાયલ, હિજબુલના એક આતંકીની ધરપકડ

જમ્મુના ઈદગાહમાં ગ્રેનેડ હુમલામાં 1 નાગરિક ઘાયલ, હિજબુલના એક આતંકીની ધરપકડ

Image: DD News

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના ઇદગાહ વિસ્તાર પાસે આજે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. તેમાં એક નાગરિક ઘાયલ થયો છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અહેવાલો અનુસાર, આ મામલે હિજબુલ મુજાહિદીનના એક આતંકીની ધરપકડ કરાઈ છે.

શ્રીનગર પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો હતો. હુમલામાં શ્રીનગરના સંગમ વિસ્તારનો એક સ્થાનિક ઘાયલ થયો હતો. તે સ્થાનિક વ્યક્તિને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની  હાલત સ્થિર હોવાની માહિતી સુત્રો દ્વારા મળી રહી છે. 

Share: