×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્ય સરકારે એડવાન્સ ટેક્ષ ભરનારાઓ માટે કરી મોટી જાહેરાત, કરદાતાને મળશે મોટી રાહત

ગાંધીનગર, તા. 21 જાન્યુઆરી 2023, શનિવાર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓના ટેક્ષને લઈને મહત્વની જાહેરાત કરી છે. CM દ્વારા રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઈ કરવા બાબતે મોટી રાહત આપવાના બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.  

CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુવિધા માટે લીધો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ વેરા ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરવામાં આવી છે. આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના હેતુથી જનહિત માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર  પટેલે આજે બે મહત્વના નિર્ણયો કર્યા છે. 

૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને ૧૦ ટકા રિબેટ મળવાપાત્ર થશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા બે મહત્વના નિર્ણયો મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના ધોરણોમાં સુધારો કરાયો છે. જે અતર્ગત જે કરદાતા તેમની મિલકત પરના બાકી વેરા તા 31 માર્ચ 2023 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને નોટિસ ફી-વ્યાજ-પેનલ્ટી અને વોરંટ ફીમાંથી ૧૦૦ ટકા માફી આપવા આવશે. અને વર્ષ 2023-24 ના વેરાની રકમ ૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ વેરા ભરનારા કરદાતાને ૧૦ ટકા રિબેટ મળવાપાત્ર થશે. આ ઉપરાંત જે કરદાતા ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્ષ ભરે છે તેવા કરદાતાને વધારાનું પાંચ ટકા રિબેટ મળવાપાત્ર રહેશે. .