×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

અમદાવાદ શહેરમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટનાના સમાચાર સામે આવી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં  V બ્લોકના ચોથા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઇ છે. આગની આ ઘટનામાં એક વયક્તિનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની જાણ થતા જ ફાયરની 6 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આગની ઘટના પાછળનું કારણ ઘર કંકાસ બાદ પત્નીની હત્યા કરી જાણવા મળી રહ્યું છે.

લોકો આગથી બચાવ માટે અગાસી પર ગયા

અમદાવાદમાં આજે ફરી એક વખત આગનો બનાવ બનવાની ઘટના બની હતી. આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ટાવરમાં આવેલા V બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. આ 12 માળની બિલ્ડીંગમાં ભયાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતા. બિલ્ડિંગમાં આગ લાગવાથી ત્યાં રહેતા કેટલાક લોકો નીચેની તરફ દોડ્યાં હતાં તો બીજી તરફ અમુક અગાસી પર જતા રહ્યા હતા. આ 12 માળની બિલ્ડીંગમાં લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ પતિ-પત્નીનો ઝઘડો થયા બાદ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી દીધી હતી.

પતિ-પત્ની વચ્ચે ઝઘડાની આશંકા

પોલીસના અનુમાન મુજબ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ પતિ ઉપર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી અને પછી પોતાને ઇજા કરી ઘરને આગ લગાડી આત્મહત્યા કરી હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. પતિનું નામ અનિલ બઘેલ અને પત્નીનું નામ અનીતા બઘેલ છે. પતિનું નિવેદન છે કે પત્નીએ પોતે પણ પોતાને છરી મારી હતી અને પછી આગ લગાડી હતી. હાલ પતિ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.