×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી આજે 71000 લોકોને આપશે નિમણૂક પત્ર, ગયા વર્ષે 10 લાખ નોકરી આપવાની જાહેરાત કરી હતી

Image : DD News Twitter

આજે PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000 લોકોને નિમણૂક પત્ર આપશે. આ ઉપરાંત PM મોદી આ લોકો સાથે પણ વાતચીત પણ કરશે. આજે જે લોકોને નિમણૂક પત્ર મળશે તે લોકોની તાજેતરમાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં ભરતી કરવામાં આવી છે. આ રોજગાર મેળા અભિયાનનો એક ભાગ છે.

ગયા વર્ષે જ 10 લાખ નોકરી આપવાની જાહેરાત કરી હતી

PM મોદી દ્વારા ગયા વર્ષે જ 10 લાખ લોકોને નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલયએ કહ્યું કે રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પીએમ મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં આ એક પગલું છે. એવી આશા છે કે રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.

દેશના વિવિધ વિભાગોમાં સામેલ થશે

સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા આ લોકોને જુનિયર એન્જિનિયર, લોકો પાઈલટ, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, શિક્ષક, નર્સ, ડોક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં વિવિધ હોદ્દા પર આ લોકો સામેલ થશે.