ઉત્તર-પૂર્વીના 3 રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખે આવશે પરિણામ

ઉત્તર-પૂર્વીના 3 રાજ્યોમાં  ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખે આવશે પરિણામ

ઉત્તરપૂર્વીયના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી તેમજ મેઘાલય અને નાગાલેન્ડ 27 ફેબ્રુઆરી ચૂંટણી યોજાશે. 2 માર્ચે ચૂંટણી પરિણામ સામે આવશે. 2018માં ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. આ વખતે ત્રણેય રાજ્યોમાં 60 સીટો પર યોજાશે ચૂંટણી છે. ત્રણેય રાજ્યોમાં  2.28 લાખ નવા મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. ત્રણ રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. 

નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થાય છે. હાલમાં ત્રિપુરામાં ભાજપની સરકાર છે. જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયો મુખ્યમંત્રી છે. મેઘાલયમાં પણ એનપીપીએ પોતના પગ જમાવ્યા છે. ભાજપ બંને રાજ્યોમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે.

Share: