અમદાવાદીઓની માંગ પ્રમાણે મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવો ટાઈમ

અમદાવાદીઓની માંગ પ્રમાણે મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવો ટાઈમ
Image Twitter

અમદાવાદ, તા. 17 જાન્યુઆરી 2023, મંગળવાર

છેલ્લા કેટલાક સમયથી મેટ્રોના સમયને લઈને વહેલા કરવાની માગણી ચાલી રહી હતી. જેને ધ્યાનમાં લઈ મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે મેટ્રો સવારના સાતથી રાત્રે દસ વાગ્યા સુધી ટ્રેન દોડશે. મેટ્રોના સમયનો આ ફેરફાર આગામી તા. 30 જાન્યુઆરીથી આ નવા સમય પ્રમાણે લાગુ કરવામાં આવશે. અત્યારે મેટ્રો ટ્રેન સવારના નવથી રાત્રીના આઠ વાગ્યા સુધીનો સમયમાં મેટ્રો ટ્રેન દોડે છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી દર પણ 15 મિનિટનો કરવામાં આવ્યો છે. તે પણ આગામી 30મી જાન્યુઆરીથી દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 30 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થલતેજથી વસ્ત્રાલ વચ્ચેના  ફેઝ-1ના  મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ અમદાવાદ મેટ્રોમા રોજે રોજ મુસાફરોની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો હતો. જેમા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ મુસાફરી કરતાં હતા. તેમના માટે આ મેટ્રો આશિર્વાદ રુપ સાબિત થઈ હતી.આ પહેલા મેટ્રોનો સમય સવારે 9 થી 8 વાગ્યાનો હતો જેથી સવારે વહેલા જનારા લોકોને મેટ્રોનો લાભ મળતો નહોતો. અમદાવાદીઓની માંગણીને ધ્યાનમાં રાખી હવે મેટ્રોના સમયમા ફેરફાર કરાયા છે.    

Share: