×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનમાં ખાવાના ફાફા: આ કોઈ મોટરસાયકલ રેલી નથી, લોકો લોટ ભરેલી ટ્રકનો કરી રહ્યા છે પીછો

નવી દિલ્હી, તા.16 જાન્યુઆરી-2023, સોમવાર

તાજેતરમાં પાકિસ્તાનનો એક વિડીયો સામે આવ્યો છે. પહેલી નજરમાં તો એમ લાગે કે આ કોઈ રેલી કાઢવામાં આવી છે, પરંતુ સાચી હકિકત કાંઈક અલગ છે. જેમાં હાલમાં પાકિસ્તાનમાં ખાદ્ય ખોરાકનું ભયંકર સંકટ વર્તાઈ રહ્યુ છે. વાઈરલ થયેલ આ વિડીયોમાં ટુ વ્હીલર પર ઘણા લોકો એક વાહનનો પીછો કરી રહ્યા છે. આ વિડીયો સોશ્યિલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. NEPJ ના ચેરમેન પ્રો. સજ્જાદ રાજાએ ટ્વિવટર પર વિડીયો શેર કરતાં કરતાં કહ્યુ હતું કે ઘઉ ભરેલી ટ્રકનો પીછો કરી રહ્યા છે.

 

આ વિડીયોએ જમ્મુ- કાશ્મીરના લોકોની આંખો ખોલી દીધી છે

આ વિશે તેમણે ટ્વિવટમાં લખ્યુ છે કે "આ કોઈ મોટરસાયકલ રેલી નથી, પાકિસ્તાનમાં એક ટ્રક ઘઉનો લોટ ભરીને જઈ રહી છે તેનો પીછો કરી રહ્યા છે. આ લોકો આટાની એક થેલી માટે પીછો કરી રહ્યા છે. આ વિડીયોએ જમ્મુ- કાશ્મીરના લોકોની આંખો ખોલી દીધી છે. ભાગ્યશાળી છે કે તેઓ પાકિસ્તાનમાં નથી અને તેમના પોતાના ભવિષ્ય બાબતે નિર્ણય કરવા તેઓ સ્વત્રંત છે. "

પાકિસ્તાનમાં ઘઉના લોટનું એક પેકેટ 3000 પાકિસ્તાની રૂપિયામાં વેચાઈ રહ્યું છે

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ઘઉંના લોટની ખુબ મોટી અછત છે. છેલ્લા અઠવાડિયાથી ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલૂચિસ્તાન જીલ્લામાં લોટના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેમા ઘઉના લોટનું એક પેકેટ 3000 પાકિસ્તાની રૂપિયામાં વેચાઈ રહ્યું છે.