નીતિન ગડકરીને મળી મારી નાખવાની ધમકી, ઓફિસમાં બે વખત આવ્યા ફોન

નીતિન ગડકરીને મળી મારી નાખવાની ધમકી, ઓફિસમાં બે વખત આવ્યા ફોન

Image: Twitter 

નીતિન ગડકરીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રીને ફોન પર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં તેમની ઓફિસમાં બે વખત ફોન કરીને કોઈકએ તેમણે ધમકી આપી હતી. ત્યારબાદ હાલ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 થી 12.30 વાગ્યાની આવા ધમકીભર્યા ફોન આવ્યા હતા.

મળતા અહેવાલો અનુસાર, આજે સવારે 11:30 થી 12:30 ની વચ્ચે ગડકરીના જનસંપર્ક કાર્યાલય પર બે ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ ખંડણી નહીં આપે તો તેમણે મારી નાખવામાં આવશે. આ ઉપરાંત તેનું લિંક દાઉદના નામના સાથે જોડવામાં આવ્યું હતુ. માહિતી મળતા જ તરત પોલીસ એક્શનમાં આવી હતી. ત્યાંના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગડકરીની ઓફિસ તરત જ પહોંચી ગયા હતા અને હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.આ ઘટનામાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, નીતિન ગડકરીને આ ઘમકીભર્યો ફોન  કર્ણાટકના હુબલીથી કરવામાં આવ્યો હતો.  જેને લઇ પોલીસે હવે તેના કાર્યક્રમો અને તેમની સુરક્ષામાં પણ વધારો કરી દીધો છે.

Share: