દિલ્હીથી પુના જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ, મુસાફરોને ઉતારી ફ્લાઈટની તપાસ શરૂ કરાઈ

દિલ્હીથી પુના જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ, મુસાફરોને ઉતારી ફ્લાઈટની તપાસ શરૂ કરાઈ
image- twitter

નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2023 ગુરૂવાર

દિલ્હી એરપોર્ટ પર ભારે ખળભળાટ મચી ગયો છે. દિલ્હી એરપોર્ટથી પુના જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળતાં જ લોકોમાં ફફટાડ ફેલાયો હતો. ફ્લાઈટમાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. હાલમાં ફ્લાઈટની તપાસ શરૂ કરી દેવાઈ છે. 

મુસાફરોને સલામત નીચે ઉતારી તપાસ શરૂ કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે દિલ્હી એરપોર્ટ પર પુના જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળતાં જ મુસાફરોને સતર્ક કરી દેવાયા હતાં. તે ઉપરાંત દિલ્હી પોલીસ અને CISFના જવાનો પણ એરપોર્ટ પર એલર્ટ થઈ ગયાં હતાં. બોમ્બ કોલને લઈને ફ્લાઈટના મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. પરંતુ તેમને ફ્લાઈટમાંથી સહી સલામત નીચે ઉતારીને ફ્લાઈટની તપાસ શરૂ કરવામાં આવી છે. 

Share: