ભારત-શ્રીલંકા વનડે Live : શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત-શ્રીલંકા વનડે Live : શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
iMAGE : BCCI TWITTER


કોલકત્તા, 12 જાન્યુઆરી 2022, ગુરુવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી વનડે શ્રેણીનો બીજો મેચ આજે કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં શરુ થઈ ગયો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત બીજી વનડે જીતીને સીરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે જ્યારે શ્રીલંકા વળતો પ્રહાર કરવા મેદાનમાં ઉતરી છે. ભારતે પહેલી મેચ 67 રનથી જીત્યો હતો જેમા વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી.ભારત સીરીઝ જીતવા જ્યારે શ્રીલંકા મેચ જીતી સીરીઝ જીવંત રાખવા મેદાનમાં ઉતરશે. 

યુઝવેન્દ્ર ચહલ ઘાયલ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ઈજાગ્રસ્ત છે. ચહલ ગત મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ચહલની જગ્યાએ કુલદીપ યાદવને રમવાની તક મળી છે. આ સિવાય ટીમ ઈન્ડિયામાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ભારતની પ્લેઇંગ 11

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ

શ્રીલંકાની પ્લેઇંગ 11

મુથુથિરિઝ નુવાનિડુ કેશવા ફર્નાન્ડો, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, દુનિથા વેલાલાગે, કસુન કુમાર રાજિત

Share: