VIDEO : તેલંગાણામાં કાર નહેરમાં પડી, એક જ પરિવારના 6 લોકોનાં મોત

VIDEO : તેલંગાણામાં કાર નહેરમાં પડી, એક જ પરિવારના 6 લોકોનાં મોત

હૈદરાબાદ, તા.10 જાન્યુઆરી-2023, મંગળવાર

તેલંગાણામાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક કાર કેનાલમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. એક જ પરિવારના 6 લોકો કારમાં વેમુલવાડાથી બીબી નગર જઈ રહ્યા હતા, ત્યારે દુર્ઘટના સર્જાઈ. પરિવાર તેલંગણાના સિદ્દીપેટમાં જઈ રહ્યા હતા. વાહન ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. આ તમામ લોકોના મોત ગૂંગળામણને કારણે નિપજ્યા હતા.

કાર ચાલકે વાહન પર કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ

મળતી માહિતી મુજબ પરિવાર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે બપોરે 3.40 કલાકે વાહન ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલમાં જઈને ખાબકી હતી. આ કેનાલમાં પાણી ઓછું હતું, પરંતુ કારમાં બેઠેલા લોકોને પૂરતો ઓક્સિજન ન મળતા તમામના મોત નિપજ્યા હતા.

કારમાં સવાર હતા એક જ પરિવારના 6 લોકો

આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કારમાં હાજર એક વ્યક્તિ થોડો સમય જીવતો હતો. તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે ડોક્ટર પણ તેને બચાવી શક્યા ન હતા. અગાઉ પણ આ રોડ પર આવા જ અકસ્માતો થયા હતા. હવે આ વખતે અકસ્માત વધુ ભયાનક હતો કારણ કે એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા.

Share: