બેંગલુરુમાં નિર્માણાધીન મેટ્રોનો પિલર ધરાશાયી, 2 લોકોના મોત, ઘટના CCTVમાં કેદ

બેંગલુરુમાં નિર્માણાધીન મેટ્રોનો પિલર ધરાશાયી, 2 લોકોના મોત, ઘટના CCTVમાં કેદ

નવી દિલ્હી,તા. 10 જાન્યુઆરી 2023, મંગળવાર 

બેંગલુરુના નાગાવારામાં મેટ્રોનો એક નિર્માણાધીન પિલર ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. 

મળતી માહિતી પ્રમાણે આ ઘટના વિશે અકસ્માતની પુષ્ટિ કરતા પોલીસે જણાવ્યું કે, સવારે 10.45 વાગ્યે મેટ્રોનો નિર્માણાધીન પિલર પડી ગયો હતો. એક બાઇક તેની અડફેટે આવી ગયું, જેના પર ચાર લોકો સવાર હતા. આ ઘટનામાં લોહિતની સાથે તેની પત્ની તેજસ્વિની અને તેમના જોડિયા બાળકો બાઇક પર હતા.

આ અકસ્માતમાં તેજસ્વિની અને તેના પુત્ર વિહાનનું મોત થયું હતું.  આ ઘટનામાં પિલરની લંબાઇ લગભગ 40 ફુટ હતી. 

બેંગ્લોર ઈસ્ટ ના ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉ. ભીમાશંકર એસ ગુલેદે કહ્યું કે, ‘આ અકસ્માત અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. નિષ્ણાતોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, પિલર પડવા પાછળનું કારણ શું છે.

Share: