ધોળકામાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર-પુત્રીના મોત

ધોળકામાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર-પુત્રીના મોત

અમદાવાદ, તા.08 જાન્યુઆરી-2023, રવિવાર

અમદાવાદના ધોળકા ખાતે ગંભીર અક્સમાતની ઘટના સામે આવી છે, જેમાં બાઈક પર સવાર 3 લોકોના કરુણ મોત થવાની ઘટના ઘટના સામે આવી છે. 

ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે રિવર્સ મારતા તેની નીચે બાઈક અડફેટે ચડી ગઈ હતી, જેમાં બાઈક પર સવાર પિતા, પુત્ર અને પુત્રીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

આ અકસ્માત સર્જાયો ત્યારે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અકસ્માત પગલે આસપાસના ગ્રામજનો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોએ પોલીસ અને 108ની ટીમને અકસ્મતાની ઘટનાની જાણ કરતા તે તુરંત સ્થળ પહોંચી ગઈ હતી. 

મળતી વિગતો અનુસાર ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર માટી પુરાણની કામગીરી કરતા ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share: