ભાવનગરમાં ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી, બાદમાં તરત જ કહ્યુ સોરી

ભાવનગરમાં ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી, બાદમાં તરત જ કહ્યુ સોરી

અમદાવાદ, 7 જાન્યુઆરી 2022, શનિવાર

ભાવનગર ખાતે અખિલ ABVPનો 54મો અધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી હતી. તેમણે ગુજરાતના સીએમને ABVPના મુખ્યમંત્રી તરીકે સંબોધન કરી દીધા હતા. જોકે આ ભુલ તરત જ તેમને ધ્યાને આવતા જ સોરી કહ્યુ હતું. 

ભાવનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 54માં અધિવેશનનો કાર્યક્રમમાં ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ સંબોધન દરમિયાન બોલવામાં ભુલ કરતા સભામાં ઉપસ્થિત અને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધિવેશનના કાર્યક્રમમાં આભારવિધિ દરમિયાન  ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી ગણાવી દીધા હતા. જોકે આ ભૂલ તેને તરત જ ધ્યાને આવતા મુખ્યમંત્રી સામે જોઈ સોરી કહી દીધુ હતું અને વધારે કહ્યું કે ભૂલથી બોલાઈ ગયું છે હો. આ ઘટનાથી લોકોમાં થોડીવાર માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા

ભાવનગર ખાતે ત્રણ દિવસના ABVP ગુજરાત પ્રદેશમાં 54માં અધિવેશનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુવાનો શિક્ષણની સાથે સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સુવિધાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ ABVPએ લોકો સુધી પહોંચાડી છે.

Share: