PM મોદીના માતા હિરાબાની સ્મૃતિમાં આજે પ્રાર્થનાસભાનું આયોજન

PM મોદીના માતા હિરાબાની સ્મૃતિમાં આજે પ્રાર્થનાસભાનું આયોજન

અમદાવાદ, 01 જાન્યુઆરી 2023, રવિવાર

PM મોદીના માતા હિરાબાનું અવસાન શુક્રવારે થયુ હતું. આજે હિરાબાની સ્મૃતિમાં તેમના વડનગર ખાતેના નિવાસ્થાને એક પ્રાર્થનાસભાનું આયોજન કરાયુ છે. આ પ્રાર્થનાસભા સવારે 9 વાગ્યાથી બપોર 12 વાગ્યા દરમિયાન યોજાશે. વડાપ્રધાન મોદીની માતા હીરાબાનું શતાયુ વર્ષે નિધન થયું હતું. PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. હિરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા હતા. પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. PM મોદીના માતા હીરાબાનું શુક્રવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. 

Share: